Monday, December 15, 2008

લાગણી.

તમારી સાથે કંઇ લાગણી એવી થઇ ગઇ,
દિલનાં દરેક ઓરડામાં તમારી છબી કરી ગઇ;
જીવનમાં કેટલીક મનસા કંઇ એવી ઘાડાઇ ગઇ,
પ્રેમ તમારો પામું જીવનસાથી બની જઇ.

તારી સાથે રેહવું એ રોજનીશી મારી હતી,
જીવતરનાં એ સુવર્ણકાળમાં મૈત્રી વધતી ગઇ;
સંસારની માયાજાળમાં તું મને શોધતી રહી ગઇ,
વિરહનાં એ અંધકારમાં મુલાકાતો ની યાદો રહી ગઇ.

ચાહું છું તને કેટલું તું જાણી નથી શકી,
મળો ક્યારેક તો જણાવું કવિ બની જઇ;
તને પ્રેયસી કેહવાની તકો ઘણી નિકળી ગઇ,
'નિર્મલ' તે પ્રેમની નિષ્ફળ બાજી રમી લીધી.

-- નિર્મલ પાઠક "સત્વ".

Tuesday, December 9, 2008

યાદ!

એમની દરેક વાતો યાદ આવે છે,
એ શબ્દો નું વેહતું ઝરણું યાદ આવે છે;
એમની સુંદર આંખો યાદ આવે છે;
એ કામણનું ઘરેણું યાદ આવે છે.

એમનુ નટખટ સ્મિત યાદ આવે છે,
એ મિત્રતાનું આંગણ યાદ આવે છે;
એમની નારજ થવાની રીત યાદ આવે છે;
એ જુઠું રિસામણું યાદ આવે છે.

એમની સાથે પ્રણયની શરુઆત યાદ આવે છે,
એ લાગણીનું અમૃત પીણું યાદ આવે છે;
એમને કરેલા મારાં પ્રેમની રજુઆત યાદ આવે છે,
એ જીવનનું ઊઠામણું યાદ આવે છે.

-- નિર્મલ પાઠક "સત્વ"

Friday, November 7, 2008

તમારો.

મારા જીવનના આગંણ માં,
તમે એકમાત્ર ગુલાબ નુ પુષ્પ છો;
જીવનને પ્રેમથી સુવાસિત કરનાર,
તમે જ તો હ્રદયનો શ્વાસ છો.

તમારા બધાં ગુણ છે સુરજનાં,
મને રોશની શોધતું સુરજમુખી સમજો;
તમારી મોહકતા છે ચાંદ ની,
મને એને માણતો આશિક સમજો.

તમે અનંત ફેલાયેલું આકાશ છો,
મને તેમાનો એક તારો સમજો;
એકમાત્ર માંગણી છે મારી તમને,
તમે મને કેવળ 'તમારો' સમજો.

-- નિર્મલ પાઠક "સત્વ".

Sunday, September 28, 2008

પ્રિયતમ!

પ્રિયતમ રે પ્રિયતમ રે,
ક્યારેક તો તું મળવા આવ,
બેસી ને વાતો કરીશું,

તને આવતાં અહીં લાજ આવે તો તું,
ઓઢી ને આવીજા વાદળ ઘેરાં.

દિલ માં જે સમાયેલું છે,
તે સઘળું તમને કેહવું છે,
મન ની અમુક સમસ્યાનું હળ,
કેવળ તમે આપી શકો ના ઇશ્વર.

તમારા દિલની છે શું ચાહત,
મારે તો છે એ જાણવું,
તમારું મન તો છે ઘણું વિશાળ,
તો મને કેમ ના સમાવી શક્યું?

-- નિર્મલ પાઠક "સત્વ".

Sunday, September 7, 2008

ચાહત!

હું તમને પ્રેમ કરી ન શકત ,
મને જો તમારી ન હોત આદત.
દિલ ની વાત હું કહી ન શકત ,
મને જો તમારી ન હોત ચાહત. .


તમારો વિરહ હું સહી શકત ,
લાગણી ની ન રચાઇ હોત ઇમારત.
તમારા દિલ માં હું વસી શકત ,
તમને જો લાગી હોત મારી જરુરત. .

તમે મને જો પ્રેમ કરી શકત,
તો માર દિલ ને હોત રાહત.
તમે પણ મને ચાહી શકત,
મારા દિલ ને જો તમે સમજત.

-- નિર્મલ પાઠક "સત્વ".

Saturday, September 6, 2008

પ્રેમ નું પીણું!

આપને જોતાં જીવાતું ગયું,
ને પ્રેમ નુ પીણું પીવાતું ગયું;
દિલ ને કેહતાં ના આવડયું,
હું ચાહું છું તમને,
ને ઊઠામણું થઇ ગયું.

મારા મન ને સંભાળતાં ના આવડયું,
આપને મેળવવાનું સપનું જે જોયું,
વિચારોનાં ઝરણાં માં એ પણ વહી ગયું.

તમારા વિરહ માં જીવન વીતી રહયું,
મનને મનાવતું આશાનું કિરણ પણ જતું રહયું,
છતાંયે મારું મન તમારી રાહ જોતું રહયું.

-- નિર્મલ પાઠક "સત્વ".

Tuesday, September 2, 2008

પ્રેમ કહાણી!

તમને કેહવી છે વાતો ઘણી,
તમે કદી ભાળો મારા ભણી.
હ્રદય ના બંધ બારણે છે સંતાણી,
પાસ આવીને માણો વાતો અજાણી.

દિવસો વિતતા ગયાં જેમ વેહતુ પાણી,
પ્રેમના બે બોલ ના કહી શકી વાણી.

વિતેલા પળો ના ચિતંનથી એક વાત સમજાણી,
નિર્મલ આપણી અધુરી રહી પ્રેમ કહાણી.

-- નિર્મલ પાઠક "સત્વ"

Friday, August 29, 2008

એકલતા . . .

આંખો વળીને આકાશ તાકે છે,
પ્રભુ એકલતા ને અવકાશ કેમ આપે છે?
જીવન પણ શું રમત રમે છે,
ભીડ માં પણ અજાણ્યા રાખે છે!

-- નિર્મલ પાઠક "સત્વ".

Thursday, August 28, 2008

પ્રેમ નું દર્પણ!

તારી મુલાકાત ની એ ક્ષણ, મને દાખવે છે મારા જીવન નું દર્પણ;
તુ જો હોત મારી સાથે હર ક્ષણ, તો હોત આપણું સગપણ.

તારા પ્રભાવ થી ઝુક્યું આ મસ્તક, તને લાગ્યું કરું હું ગમ્મત;
તને કેમ સમજાવું પ્રિયતમ, તારાં વિના આ દિલ કેમ ધબકત.

તારા વિચારો ની શૌર્યતા, ને વાણી ની નિખાલસતા,
દિલ મા હજુંયે વસવાટ કરતા, જીવન સમર્પિત તેનું નિર્મલ ચિંતન કરતાં.

-- નિર્મલ પાઠક "સત્વ".