Monday, December 15, 2008

લાગણી.

તમારી સાથે કંઇ લાગણી એવી થઇ ગઇ,
દિલનાં દરેક ઓરડામાં તમારી છબી કરી ગઇ;
જીવનમાં કેટલીક મનસા કંઇ એવી ઘાડાઇ ગઇ,
પ્રેમ તમારો પામું જીવનસાથી બની જઇ.

તારી સાથે રેહવું એ રોજનીશી મારી હતી,
જીવતરનાં એ સુવર્ણકાળમાં મૈત્રી વધતી ગઇ;
સંસારની માયાજાળમાં તું મને શોધતી રહી ગઇ,
વિરહનાં એ અંધકારમાં મુલાકાતો ની યાદો રહી ગઇ.

ચાહું છું તને કેટલું તું જાણી નથી શકી,
મળો ક્યારેક તો જણાવું કવિ બની જઇ;
તને પ્રેયસી કેહવાની તકો ઘણી નિકળી ગઇ,
'નિર્મલ' તે પ્રેમની નિષ્ફળ બાજી રમી લીધી.

-- નિર્મલ પાઠક "સત્વ".

Tuesday, December 9, 2008

યાદ!

એમની દરેક વાતો યાદ આવે છે,
એ શબ્દો નું વેહતું ઝરણું યાદ આવે છે;
એમની સુંદર આંખો યાદ આવે છે;
એ કામણનું ઘરેણું યાદ આવે છે.

એમનુ નટખટ સ્મિત યાદ આવે છે,
એ મિત્રતાનું આંગણ યાદ આવે છે;
એમની નારજ થવાની રીત યાદ આવે છે;
એ જુઠું રિસામણું યાદ આવે છે.

એમની સાથે પ્રણયની શરુઆત યાદ આવે છે,
એ લાગણીનું અમૃત પીણું યાદ આવે છે;
એમને કરેલા મારાં પ્રેમની રજુઆત યાદ આવે છે,
એ જીવનનું ઊઠામણું યાદ આવે છે.

-- નિર્મલ પાઠક "સત્વ"