Tuesday, January 27, 2009

આદત.

તમારી આદત છે હસીને નકારવી,
મારી છે આદત હસીને સ્વીકારવી;

કરું હું જ્યારે વાત તમારા સંગાથની,
નડે છે તે આદત તમારા સ્વભાવની;

મનને છે ચાહત તમારા મિલનની,
તમને ક્યાં છે કદર મારા હ્રદયની;

આ છે કેવળ વાતો વેહતા સમયની,
આજે છે અંધકાર હશે કાલે રોશની;

મનની પણ આદત છે પળમાં બદલાવાની,
ક્યારેક આપણી પણ થશે વાતો પ્રણયની.

-- નિર્મલ પાઠક "સત્વ".

Friday, January 16, 2009

સહવાસ

તમને કેહવી છે ઘણી વાતો,
પણ તમને જોતાં જ રુંધાય છે શબ્દો;
તમને કેમ કહું મનના વિચારો,
તેથી જ તો રચું છું આ ગીતો.

તનમાં ઝણઝણે છે તમારા તરંગો,
જ્યારથી થયો છું તમારાથી વિખુટો,
હજુંયે એ પળો નથી વિસરતો,
જ્યારે સમય તમારી સાથે વિતાવતો.

રેશમની દોરી હતો સહવાસ તમારો,
સાથે હતાં ત્યારે લાગ્યો સુંવાળો,
દુર જતાં જ જે તણાયો,
ને ચિતંનથી નિર્મલ હણાયો.

-- નિર્મલ પાઠક "સત્વ"