Friday, March 27, 2009

આધાર!

એમને ભાળવા આંખો તરસી રહી,
અને ગગનને તાકી જોતી રહી;
સ્વપનો માં આવન-જાવન વધી ગયી,
એ ગ્રીષ્મનું મૄગજળ બની જઇ.

મન એમની મુલાકતની તક શોધતું રહ્યું,
એમને વાત કરે ઋતુઓ બદલાઇ ગયી;
દિલ એમનાં સંભારણાં કરતું રહ્યું,
હવે તો મિલનની આશા પણ ઘટી ગઇ.

જીવન એકલવાયું થયું છે,
જીવતરની ક્ષુધા ઓછી થઇ;
'નિર્મલ' છતાંયે જીવવું પડશે,
એમને આધાર સ્તંભ માની લઇ.

-- નિર્મલ પાઠક "સત્વ".

Monday, March 23, 2009

વસંત!

એમનાં પ્રેમ મહી, ગગન થકી પહોંચ્યો છું,
એમને સંગીની માની, પાતાળ સુધી નમ્યો છું.

માણવાં એક લહર સ્મિતની, ઋતુઓ ગણતો બેઠો છું,
મારાથી છે નારાજગી એમની, હું પથ્થર બની પડ્યો છું

આશા તો ઘણી છે મુલાકાતની, વર્ષાની આસ જોઇ રહ્યો છું,
જીવનમાં એમનાં સહવાસની, વસંત માણવાં જીવતો છું!

-- નિર્મલ પાઠક "સત્વ"