Tuesday, April 21, 2009

સમર્પિત!

તમારા પ્રેમ થી રહ્યો છું વંચિત,
તમારી યાદો રાખે છે હ્રદય સંચિત,
હું જો હોત તમારો મનમીત,
જો જીવન હોત મધુર સંગીત.

તમારા સ્મિતથી છે જે મોહિત,
દિલમાં એવી લાગણીની પ્રજ્વલિત,
તમારી આંખો છે કામણથી શોભિત,
જે મારું હૈયું કરિ નાખે સ્થગિત.

તમારું તન સુખડની જેમ સુવાસિત,
હંમેશા જે કરતું મને આકર્ષિત,
તમારા બોલ જાણે નટખટ સુભાષિત,
જીવનનું તે સત્વ કરતાં પ્રદર્ષિત.

એમનું 'ચિંતન' નથી કરિ શકતો ખંડિત,
'નિર્મલ' મન છે કેવળ એમને સમર્પિત.

-- નિર્મલ પાઠક "સત્વ".

જીવન બની રહિશ!

તમારી આંખોમાં ના સહી,
તમારાં આંસુ બની રહિશ;
તમારા સુખમાં ના સહી,
દુ:ખમાં તો કામ આવિશ.

તમારા હોઠો પર ના સહી,
તમારા ખયાલોમાં રહિશ;
ઉચ્ચારેલાં શબ્દોમાં ના સહી,
તમારાં મનમાં તો રહિશ.

તમારાં દિલમાં ના સહી,
દિલની ધબકાર બની રહિશ,
તમારો પ્રિયતમ ના સહી,
તમારું જીવન તો બની રહિશ.

-- નિર્મલ પાઠક "સત્વ".