Tuesday, December 10, 2013

સગવડ આપતાં પેહલાં સમજણ આપવી વધારે મહત્વની છે. ~ નિર્મલ પાઠક "સત્વ"


વિચારશીલ જીવન.

કોઈ પણ માણસ નાનો કે અસામાન્ય નથી હોતો. જ્યાં સુધી માણસ વિચારતો નથી ત્યાં સુધી એને પોતે નિરર્થક છે એમ લાગે છે.

જે દિવસે તમે વિચારશીલ થશો એ દિવસથી તમે પોતાને સક્ષમ માનશો અને જીવન સાર્થક કરશો.

~ નિર્મલ પાઠક "સત્વ".

Friday, October 25, 2013

જરૂરિયાત જેટલી વધારો એટલી વધે, પછી એ ભૌતિક સુખની હોય કે આત્મ સુખની! ~ નિર્મલ પાઠક "સત્વ".

Friday, October 18, 2013

ભોજન પહેલાં ભજનનું મહત્વ સમજાશે ત્યારે જ પ્રભુ સમજાશે! ~ નિર્મલ પાઠક "સત્વ".

Thursday, October 17, 2013

મજા માટે બધાં જ જીવે છે, બીજા માટે જીવે તે સાચો માનવી! ~ નિર્મલ પાઠક.

Monday, October 7, 2013

આજનાં ભારતમાં, સ્ત્રીમાં શરમ અને પુરુષમાં સંયમની ઊણપ છે.

- નિર્મલ પાઠક "સત્વ".

Monday, September 23, 2013

સમાજ

બ્રાહ્મણ જ્ઞાની, ક્ષત્રિય દાની, વૈશ્ય ત્યાગી અને શુદ્ર ઈમાની હોય તો સમાજ સમૃદ્ધ થાય.

- નિર્મલ પાઠક 'સત્વ'.

Wednesday, September 4, 2013

મિત્ર તને હું શું કહું?


મિત્ર તને હું શું કહું? ભાઈ કહું કે બાપ?
જીવનનાં દર ડગલે, કેવળ તે જ આપ્યો સાથ.

મિત્ર હતો મારો એવો, જાણે યોદ્ધાની ઢાલ;
સખત ઠંડી સહન કરી, મને ઓઢાડી શાલ.

બાળપણમાં જે હાથ મેળવ્યાં, બન્યો યુવાનીનો સંગાથ;
આમ કેમ ટુંકાવી મિત્રતા, તારાં કેમ રુંધાયા શ્વાસ?

સાથે વિતાવેલી પળો, અપાવે તારી યાદ;
તારાં અનેકો છે ઉપકાર,  કેમ કરી ચુકવું મારાં યાર?
=== ૐ ===

મારો વ્હાલો મિત્ર મિતેષ ઉર્ફે "ગોપાલ" ને સમર્પિત.

જેણે બુધવાર, શ્રાવણ વદ ચૌદશ, સં. ૨૦૭૦. તા. ૦૩-૦૯-૨૦૧૩ નાં રોજ માત્ર ૩૧ વર્ષની ઉંમરે દેહ છોડ્યો.

~ નિર્મલ પાઠક "સત્વ".

Thursday, June 27, 2013


માણસ મનન અને ચિંતન કરતો હોવો જોઇએ, ભોજન અને પ્રજનન તો પ્રાણીઓ પણ કરે છે.

~ નિર્મલ પાઠક "સત્વ".