Monday, September 23, 2013

સમાજ

બ્રાહ્મણ જ્ઞાની, ક્ષત્રિય દાની, વૈશ્ય ત્યાગી અને શુદ્ર ઈમાની હોય તો સમાજ સમૃદ્ધ થાય.

- નિર્મલ પાઠક 'સત્વ'.

Wednesday, September 4, 2013

મિત્ર તને હું શું કહું?


મિત્ર તને હું શું કહું? ભાઈ કહું કે બાપ?
જીવનનાં દર ડગલે, કેવળ તે જ આપ્યો સાથ.

મિત્ર હતો મારો એવો, જાણે યોદ્ધાની ઢાલ;
સખત ઠંડી સહન કરી, મને ઓઢાડી શાલ.

બાળપણમાં જે હાથ મેળવ્યાં, બન્યો યુવાનીનો સંગાથ;
આમ કેમ ટુંકાવી મિત્રતા, તારાં કેમ રુંધાયા શ્વાસ?

સાથે વિતાવેલી પળો, અપાવે તારી યાદ;
તારાં અનેકો છે ઉપકાર,  કેમ કરી ચુકવું મારાં યાર?
=== ૐ ===

મારો વ્હાલો મિત્ર મિતેષ ઉર્ફે "ગોપાલ" ને સમર્પિત.

જેણે બુધવાર, શ્રાવણ વદ ચૌદશ, સં. ૨૦૭૦. તા. ૦૩-૦૯-૨૦૧૩ નાં રોજ માત્ર ૩૧ વર્ષની ઉંમરે દેહ છોડ્યો.

~ નિર્મલ પાઠક "સત્વ".