મિત્ર તને હું શું કહું? ભાઈ કહું કે બાપ?
જીવનનાં દર ડગલે, કેવળ તે જ આપ્યો સાથ.
મિત્ર હતો મારો એવો, જાણે યોદ્ધાની ઢાલ;
સખત ઠંડી સહન કરી, મને ઓઢાડી શાલ.
બાળપણમાં જે હાથ મેળવ્યાં, બન્યો યુવાનીનો સંગાથ;
આમ કેમ ટુંકાવી મિત્રતા, તારાં કેમ રુંધાયા શ્વાસ?
સાથે વિતાવેલી પળો, અપાવે તારી યાદ;
તારાં અનેકો છે ઉપકાર, કેમ કરી ચુકવું મારાં યાર?
=== ૐ ===
મારો વ્હાલો મિત્ર મિતેષ ઉર્ફે "ગોપાલ" ને સમર્પિત.
જેણે બુધવાર, શ્રાવણ વદ ચૌદશ, સં. ૨૦૭૦. તા. ૦૩-૦૯-૨૦૧૩ નાં રોજ માત્ર ૩૧ વર્ષની ઉંમરે દેહ છોડ્યો.
~ નિર્મલ પાઠક "સત્વ".